Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

अपनी संपूर्ण क्रांति, राजधानी से कम है के 🔥- Arjun Rai

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 1212035
Posted: Sep 11 2014 (11:02)

No Responses Yet
General Travel
4954 views
0

Sep 11 2014 (11:02)   BLDI/Bhildi Junction (3 PFs)
 
rinatrivedi1985
rinatrivedi1985   42 blog posts
Entry# 1212035            Tags  
પાટણ-ભીલડી રેલવે વાવ પાસેથી પસાર થઇ શકે

આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં ત્રીજા ભાગનું વાયબ્રેશન લેવલ હોઇ ટેકનિકલી શક્ય છે, આ બાબતે પુરાતત્વ વિભાગનું ધ્યાન દોરાશે
પ.રેલવેના જનરલ મેનેજરે રાણકી વાવ નજીકથી પસાર થતી બ્રોડગેજ લાઇનનું જાત નિરીક્ષણ કર્યું
પાટણ
...
more...
: પાટણમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ નજીક અટવાયેલ પાટણ-ભીલડી બો્રડગેજ લાઇન શરૂ કરવામાં મુશ્કેલી ક્યા આવી રહી છે અને વાવથી કેટલુ અંતર છે તે અંગે બુધવારે પ‌શ્ચિ‌મ રેલવેના જનરલ મેનેજરે સ્થળ મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, વાયબ્રેશન લેવલ એટલું નથી કે જેના કારણે ખતરો થાય. રાણીની વાવ વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં છે. જેના એકટમાં અંતરને લઇને પ્રતિબંધિત છે. જોકે, ટેકનિકલી રીતે શક્ય છે અને તે અંગે મોન્યુમેન્ટ ઓથોરિટીની મિનિસ્ટ્રીને પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
પાટણમાં વરસતા વરસાદમાં રેલવેના જનરલ મેનેજર હેમંતકુમાર, ડિવિઝનલ રેલવે મેનેજર આલોક તિવારીએ પરિવાર સાથે બેનમૂન રાણકી વાવનું નજરાણુ નિહાળ્યું હતું. બાદમાં રેલવે ટ્રેકલાઇન માટેની જગ્યા સહિ‌ત બાબતે વિભાગના અધિકારી સાથે પરામર્શ કર્યો હતો. આ પૂર્વે પાલિકાના પ્રમુખ હેમંત તન્ના, દેવજીભાઇ પરમાર, શૈલેષ પટેલ, ભરત ભાટીયા, હર્ષદભાઇ ખમાર વગેરે દ્વારા જીએમનું સ્વાગત કરાયું હતું અને કાંસા-ભીલડી લાઇન શરૂ કરાવવા સહિ‌ત રેલવેના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી. અમદાવાદ રેલવે ડિવિઝનલ યુઝર કન્સલટેટીવ કમિટીના સદસ્ય ડી.જે.પટેલે જીએમ સાથે પરામર્શ કર્યો હતો. બાદમાં પટોળા હાઉસની મુલાકાત લઇ પાટણ રેલવે સ્ટેશન પહોચ્યા હતા અને સ્ટેશનની પાંચ મિનિટ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. જનરલ મેનેજર હેમંતકુમારે કહ્યું હતું કે, અહીંયા ટ્રેક પર ટ્રેન શક્ય છે, ટેકનિકલી કોઇ મુશ્કેલી નથી. એક્ષ્પર્ટ દ્વારા ટેકનિકલી પોઇન્ટ ચકાસવામાં આવ્યા છે. મુશ્કેલી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના એક્ટ મુજબ બાંધકામ પ્રતિબંધિત હોવાની છે. હવે મોન્યુમેન્ટ ઓથોરિટી સંબધિત મિનિસ્ટ્રીમાં રિપોર્ટ કરાશે.
ડાયવર્ઝનથી વિલંબ થશે એટલે હયાત જગ્યાએ ટ્રેકની મંજૂરીના પ્રયાસને અગ્રતા અપાઇ રહી છે
અગાઉની મીટરગેજવાળી જગ્યાએથી જ બ્રોડગેજ લાઇન કે પછી ડાયવર્ઝન કરાશે તે અંગે જનરલ મેનેજરને પૂછતાં તેમણે કહ્યુ કે, ડાયવર્ઝન માટે સર્વે, જમીન સંપાદન કરવી પડે તેમાં ઘણો વિલંબ થાય, ખર્ચ વધારે થાય. એટલે ડાયવર્ઝન માટે હાલ બેકઅપ નહીં, ટેકનિકલી ટ્રેક માટે નિયત જગ્યાએ મંજૂરી મેળવવા તંત્રની પ્રાયોરિટી રહેશે. નેશનલ સ્ટાન્ડર્ડમાં સૂચિત મિનિમમ વાયબ્રેશન લેવલ કરતાં અહીં ત્રણ ગણાં ઓછાં ૦.૯ થી ૧.૧ વાયબ્રેશનની ટેકનિક હોવાનું ઉમેર્યું હતું.

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy